Kuvarbai nu Mameru Yojana (Mangalsutra Yojana 2024 ) | કુંવરબાઈનું મામેરું યોજના 2024 (મંગળસૂત્ર યોજના 2024) એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત સરકાર) Social Justice & Empowerment Department (Government of Gujarat) દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે જેનો હેતુ રાજ્યની ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
આ કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
ગુજરાત સરકારની કુવરબાઈનું મામેરું યોજના એ તમારી દીકરીના લગ્નની ખુશીઓમાં સરકાર તરફથી આપવામાં આવતો નાનો પરંતુ અર્થપૂર્ણ યોગદાન છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આવો, આ લેખ વાંચીએ કે કુવરબાઈનુ મામેરુ યોજના (Mangalsutra Yojana) શું છે?
તેના લાભ કોણ લઈ શકે છે, તેના માટે જરૂરી દસ્તાવેજો, કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુવરબાઈનુ મામેરુ યોજના ફોર્મ વિષે માહિતી જાણો. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે.
કુંવરબાઈનું મામેરું યોજના શું છે? | Kunwar Bai Mameru Yojana Details In Gujarati (Mangalsutra Yojana)
કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.
કુવરબાઈનુ મામેરુ યોજનાના મુખ્ય મુદ્દા | Kunwar Bai Mameru Yojana Details
સ્કીમનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી કન્યાઓ. તમામ અપરિણીત છોકરીઓ જે ST/SC ની છે |
સહાય લાભ | તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને રૂ.૧૨૦૦૦/- તા. ૧/૪/૨૦૨૧ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/-. |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન અને ઑફલાઇન મોડ |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત સરકાર) Social Justice & Empowerment Department (Government of Gujarat) |
સત્તાવાર વેબસાઇટ | Kuvarbai Nu Mameru Yojana official website |
કુંવરબાઈનું મામેરું યોજના 2024 પાત્રતા | Kuvar Bai Mameru Yojana 2024 Eligibility
મિત્રો મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana ) માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ.
- આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
- જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
- કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં યોજના માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ|Kuvarbai Mameru Document List | Kuvarbai Nu Mameru Yojana documents list in Gujarati
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ છે. (Required Documents Of Kuvarbai Nu Mameru Yojana Gujarat)
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru Document
- કન્યાનું આધાર કાર્ડ
- લાભાર્થી કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- યુવકનો જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- લાભાર્થી કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાના જન્મ તારીખનો પુરાવો (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- યુવકના જન્મ તારીખનો પુરાવો (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- લાભાર્થી કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- લાભાર્થી કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરૂ યોજના અરજી કરવાની પ્રક્રિયા | Kuvarbai Nu Mameru Yojana Application Process
How to apply for Kuvarbai Nu Mameru online?| કુવરબાઈનુ મામેરુ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું. કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
- યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, https://esamajkalyan.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
- રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.
- અને ત્યાર બાદ “ઓનલાઈન સેવાઓ” પર ક્લિક કરો અને જેમાં Kuvarbai Nu Mameru Yojana ( “કુંવરબાઈનું મામેરું યોજના” ) પર ક્લિક કરવાનું રહેશે.
- “નવી નોંધણી” પર ક્લિક કરો અને ત્યારબાદ તમારે તેમાં કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
- ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્ટ (Original Document) અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
- એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજના વેબસાઇટ અને મહત્વપૂર્ણ લિંક્સ
Kuvar Bai Nu Mameru Yojana Official Website | Website |
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ (Kuvar Bai Nu Mameru Yojana Form) | kuvarbai nu mameru yojana form pdf |
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર (Kuvarbai Nu Mameru Yojana Helpline Number) | અહી ક્લિક કરો |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો. કુંવરબાઇ નું મામેરું યોજના ફોર્મ માં એકરાર નામું અને બાહેંધરી પત્રક પણ આવી જશે.
“અમને આશા છે કે તમને કુંવરબાઈ નું મામેરું યોજના (sarkari yojana) વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.“
How to apply for kuvarbai nu mameru offline?
ઑફલાઇન અરજી કરવાની પ્રક્રિયા : તાલુકા સમાજ કલ્યાણ કચેરી
- પ્રથમ તરીકે, અરજીદાર તમે યોજનાના યોગ્યતા માપદંડોને સમીક્ષા કરવું જોઈએ.
- તેના પછી, તમે અરજી ફોર્મ પૂર્ણ કરવો જરૂરી છે.
- અરજી ફોર્મ તમે વહીવટી રીતે પડતાં સ્ત્રી અને બાળ વિકાસ વિભાગના નજીકના કાર્યાલય અથવા તાલુકા સમાજ કલ્યાણ કચેરી માંથી ઓફલાઇન મેળવી શકાશો.
- અરજી ફોર્મ પૂર્ણ કર્યા પછી, તમે અરજી ફોર્મ સાથે સમસ્ત આવશ્યક દસ્તાવેજો જોડવા જોઈશો.
- અંતે, તમે અરજી ફોર્મ અને જોડાયેલા દસ્તાવેજોને એક જ કાર્યાલયમાં સબમિટ કરીશો.
E Samaj Kalyan Status Check | Kuvarbai Nu Mameru Check Status
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. નીચેની આપેલા બટન દ્વારા લાભાર્થીઓ પોતાની Application Status Check કરી શકે છે.
કુંવરબાઈનું મામેરું યોજના status સહાય જમા ના થઈ હોય તો?
કુંવરબાઈનું મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે રૂબરૂ મુલાકાત કરો.
મંગળસૂત્ર યોજના હેઠળ મળવાપાત્ર સહાય
મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને રાજ્ય સરકાર મામેરા માટે કેટલી રકમની સહાય કરે છે? જે નીચે મુજબ છે.
કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana
પ્રશ્ન : Kunwar Bai Nu Mameru Yojana નો લાભ કોણ લઈ શકે?
જવાબ : અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના નો લાભ લઇ શકશે.
પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજના કેટલી સહાય મળે છે?
જવાબ : કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
પ્રશ્ન : Kunwar Bai Nu Mameru Yojana sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ શું છે?
જવાબ : કુંવરબાઈનું મામેરું યોજના sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ (e Samaj Kalyan Gujarat Portal) https://esamajkalyan.gujarat.gov.in
પ્રશ્ન : Kuvarbai Nu Mameru Yojana 2024 નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ? કુવરબાઈનું મામેરું યોજના માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ : ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ. અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
મંગળસૂત્ર યોજના યોજના ની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યા ના નામ પર આપવામાં આવશે.
પ્રશ્ન: કુવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
જવાબ: રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય મળશે